જેતપુરમાં પ્રેમી યુગલને તાલિબાની સજાઃ મુંડન કરી નાક-કાન કાપી લેવાયાં

Tuesday 24th May 2022 13:27 EDT
 
 

જેતપુરઃ જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનની માતાને તેમની બાજુમાં જ રહેતા અરવિંદ નામના યુવક સાથે આંખ મળી જતાં બન્ને મહિના પહેલાં ભાગી ગયા હતા. જોકે રૂપિયા ખલાસ થઈ જતાં તેઓ જેતપુર પરત ફર્યા હતા. મહિલા અને તેનો પ્રેમી અરવિંદ જેતપુરમાં આવ્યા હોવાની જાણ થતાં જ તેણીના સાસરિયાંએ બન્નેને ઝડપી લીધા હતા અને લાકડાંના ધોકા તેમજ પ્લાસ્ટિકની નળી વડે ઢોર માર મારી એક કારમાં નાખી હાથ-પગ બાંધી અપહરણ કરી ગયા હતા.
વાત અહીંથી અટકતી નથી. તેણીના સાસરિયાંનો રોષ ચરમસીમાએ હોવાથી બન્નેને ઢોર માર માર્યો હતો.ત્યારબાદ તાલિબાની સજા આપતા સૌપ્રથમ લોખંડની કોસ અને એક રૂપિયાનો સિક્કો ગરમ કરી બન્નેના શરીર પર ડામ દીધા હતા. ત્યારબાદ બન્નેનું મુંડન કરી નખાયું હતું. ત્યારબાદ મહિલાની જેઠાણી અને પુત્રીઓએ પકડી રાખ્યા હતા. તેણીના પતિ હેમંતે બ્લેડથી તેનું નાક અને કાન પણ કાપી નાખ્યા હતા. આટલી ક્રૂરતા આચરવામાં આવતા પરિણિતા અને અરવિંદ બેભાન થઈ જતાં કારમાં અપહરણ કરી લઇ જઈ સોમનાથના દરિયા પાસે ફેંકી દઈ આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે આ ગુનામાં 9 આરોપીઓની ધરપકડ કરી હતી.


comments powered by Disqus