અમદાવાદ: ગુજરાતની મુલાકાતે આવેલા સ્કિલ ડેવલપમેન્ટ કેન્દ્રિય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે ગુજરાત યુનિ.ના સ્ટાર્ટઅપ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ડિજિટલ ઈન્ડિયા સ્ટાર્ટઅપ હબ અને ઈન્વેસ્ટમેન્ટ ફંડ શરૂ કરવા જઈ રહી છે.
ઉપરાંત ડિજિટલ ઈન્ડિયા ઈનોવેશન સ્કીમ હેઠળ નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહ અપાશે. હાલ દેશમાં એક બિલિયન ડોલર વેલ્યુ ધરાવતી સ્ટાર્ટઅપ કંપનીઓની સંખ્યા 100 થઈ ગઈ છે.
કેન્દ્ર સરકારના સ્કિલ અને એન્ટરપ્રિન્યોરશિપ તેમજ આઈટી સ્ટેટ મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે ગુજરાત યુનિ.ના વિવિધ બેસ્ટ સ્ટાર્ટઅપ સ્ટુડન્ટ સાથે ચર્ચા કરી હતી અને આ પ્રસંગે તેઓએ કહ્યું કે દેશની ફાઈન ટ્રિલિયન ઈકોનોમીની દોડમાં દેશની ફાઈવ ટ્રિલિયન ઈકોનોમીની દોડમાં દેશના સ્ટાર્ટઅપ્સનું મોટું યોગદાન રહેશે અને ડિજિટલ ઈકોનોમીનો પણ મોટો ફાળો રહેશે. છેલ્લા કેટલાક વર્ષઓમાં ગુજરાત સહિત દેશમાં સ્ટાર્ટઅપ ખૂબ જ વધ્યા છે અને હવે આગામી સમયમાં મુખ્ય શહેરો ઉપરાંત ટુ અને થ્રી ટીઅર સીરીઝમાં તેમજ નાના નગરોમાં સ્ટાર્ટઅપ શરૂ થશે.

