તાવથી પીડિત બે મહિનાની બાળકીને માતા-પિતાએ ભૂવા પાસે ડામ અપાવ્યાં

Tuesday 24th May 2022 13:28 EDT
 
 

રાજકોટઃ રાજકોટ નજીક બે મહિનાની બીમાર બાળકીની ડોક્ટર પાસે સારવાર કરાવવાને બદલે માતા-પિતા ભૂવા પાસે દોડી જઇ ડામ અપાવ્યા છે. ડામ અપાવ્યા બાદ બાળકીની તબિયત લથડતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાઇ છે.
ગોંડલના ગુંદાળા ચોકડી પાસે જીવરાજપાર્કમાં રહી કડિયાકામની મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના અખિલેશ ભૂરિયા નામનો યુવાન તેની બે મહિનાની પુત્રી પ્રિયાને સારવાર માટે રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. તાવ તેમજ આંચકી આવતી હોવાની ફરિયાદ સાથે દાખલ કરાયેલી બાળકીને ફરજ પરના તબીબે તપાસતા તેની છાતીમાં ત્રણ ડામ દેવાયા હોવાનું જાણવા મળતાં તબીબ ચોંકી ગયા હતા. તબીબે પિતા અખિલેશની પૂછપરછ કરતા સાજી કરવા માટે ડામ અપાયા હોવાનું સામે આવ્યું હતું.


comments powered by Disqus