નડિયાદની યુવતીએ સૌથી કઠિન યોગાસન કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો

Tuesday 24th May 2022 14:36 EDT
 
 

નડિયાદ: ભારતીય સંસ્કૃતિમાં યોગનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ભારત દેશ સહિત વિશ્વના અનેક દેશના લોકો યોગનું મહત્વ સમજીને તે તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે યોગમાં ગણાતા સૌથી કઠીન પિન્ડાસનયુકતા સર્વાંગાસન કરીને નડિયાદની 26 વર્ષીય ટવીન્કલ આચાર્યે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ યોગ 11 મિનિટ કરીને ટવીન્કલે વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવીને સાક્ષરનગરી સહિત દેશનું નામ રોશન અને ગૌરવ વધાર્યું છે.
 ટવીન્કલે 2019-20માં એમ.કોમ. પૂર્ણ કર્યા બાદ કોરોનાકાળ અને લોકડાઉનમાં ઘરે ઇન્ટરનેટ ઉપર યોગના વિવિધ આસનો જોઈને યોગ શરૂ કર્યા હતા. ત્યારબાદ ટવીન્કલે યોગગુરૂ સ્વર જોષીના માર્ગદર્શન મુજબ યોગની તાલીમ લીધી હતી.


comments powered by Disqus