પૂનમે દ્વારકાધિશના દર્શનાર્થે ગયેલા કચ્છના વૃદ્ધની હત્યા

Tuesday 24th May 2022 13:37 EDT
 

જામનગરઃ યાત્રાધામ દ્વારકાની ભાગોળે જામનગર રોડ પર 3 કિમી દુર અલખ હોટલ નજીક અવાવારૂ વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં સ્થાનિક પોલીસને એક મૃતદેહ અર્ધ બળેલી હાલતમાં મળી આવ્યો છે. વૃદ્ધને માથા ભાગે બોથડ પદાર્થ ઝિંકી સળગાવી દેવાનો પ્રયાસ થયાનું તપાસમાં સામે આવ્યું છે. મૃતક કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વીરા પંથકના મેમાભાઈ ચાવડા હોવાનું તપાસમાં ખુલ્યું છે. મૃતક પાંચેક દિવસ પહેલા દર્શન માટે દ્વારકાધિશ મંદિરે આવ્યા હતા.


comments powered by Disqus