ભાગેડુ મેહુલ ચોક્સીના ભારતમાં પ્રત્યાર્પણને આંચકો

Tuesday 24th May 2022 15:45 EDT
 
 

નવીદિલ્હી: પંજાબ નેશનલ બેંકને 13500 કરોડની ચૂનો ચોપડી દેશમાંથી બાગી ગયેલા હીરા વેપારી મેહુલ ચોકસીની મોટી રાહત મળી છે. ડોમિનિકાના અધિકારીઓનું કહેવું છે કે અહીં તેની ગેરકાયદે એન્ટ્રીના મામલે ચોકસી સામે ચાલી રહેલી કાર્યવાહી બંધ કરી દેવાઈ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પીએનબીમાં કરોડોની છેતરપિંડીના મામલે આરોપી બનાવ્યો છે. ગત વર્ષે 23મેના રોજ મેહુલ ચોકસી એન્ટિગુઆથી લાપતા થયો હતો. જે પાછળથી રહસ્યમયી રીતે ડોમિનિકામાં દેખાયો હતો. જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે એવા અહેવાલ હતા કે મેહુલ ચોકસીનું ભારતમાં પ્રત્યાર્પણ સરળ થયું છે. પરંતુ ગત વર્ષે જ ડોમિનિકા હાઈકોર્ટમાંથી તબીબી અધારે જામીન મળ્યા બાદ મેહુલ ફરી એન્ટીગુઆ જતો રહ્યો હતો. ચોકસીએ ગેરકાયદે પ્રવેશના આરોપ સામે કેસ લડ્યો હતો. તેણે આરોપ મૂક્યો હતો કે 23મેના રોજ એન્ટીગુઆના જોલી હાર્બરથી એ્નટીગુયા અને ભારતીય જેવા દેખાતા પોલીસ કર્મીઓએ તેનું અપહરણ કરી લીધું હતું પછી એક હોડી
દ્વારા તેને ડોનિમિકા લઈ જવાયો હતો.


comments powered by Disqus