ભાવનગરના તાતણિયા ગામે વરરાજા જેસીબીમાં સવાર થઈ માંડવે પહોંચ્યો

Tuesday 24th May 2022 13:42 EDT
 
 

જેસરઃ લગ્નની સિઝનમાં પૈસાપાત્ર કે સેલીબ્રિટીઓ પોતાની લગ્નની યાત્રામાં મોંઘદાટ કાર, હાથી, ઘોડા કે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે. આવી જ એક ઘટના જેસર તાલુકાના તાતણિયા ગામે બની છે. તાતણિયા ગામના વરરાજા પોતાની જાન કોઈ હાથી-ઘોડા કે કાર લઈને નહિ પરંતુ જેસીબી લઈને માંડવે પહોંચ્યા હતા. જેસીબીમાં સવાર થયેલાલા વરરાજાની જાન તાતણિયા ગામની જાન તાતણિયા વાડી વિસ્તાર સુધી પહોંચી હતી. વરરાજાએ જેસીબીમાં બેસીને વરઘોડો કાઢતા ભારે કુતુહલ સાથે અચરજ ફેલાયું હતું. આ લગ્નમાં જાનૈયાઓ માટે સાત ટ્રેકટર તેમજ ત્રણ જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus