અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે અને 31 દર્દી સાજા થયા છે. સતત 17મા દિવસે રાજ્યમાં દૈનિક મૃત્યુ આંક શૂન્ય રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 24 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 6, સુરત શહેરમાં 2 અને ખેડા જિલ્લા-રાજકોટ શહેર તથા વડોદરા જિલ્લામાં 1-1-1 એમ રાજ્યમાં કુલ 24 કેસ નોંધાયા છે. તો આજે 31 જિલ્લા અને 4 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.09 ટકા પર સ્થિર રહ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 940ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 837 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 186 એક્ટિવ કેસ છે, શૂન્ય દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ દર્દીઓની હાલત સ્થિર છે.
7 મેએ એક દર્દીનું મોત થયું હતું
રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું.

