વડોદરાઃ શહેરના કારેલીબાગ સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના 18 માં પાટોત્સવ નિમિતે તા.16 થી 22 મે સુધી સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાલ- બાલીકા શિબિર, કથા-વાર્તા, ધુન-કીર્તન, જ્ઞાનગોષ્ઠી, પ્રેઝન્ટેશન તેમજ એકાંતિક ધર્મપોષક અનેકવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો રજુ થઈ રહ્યા છે. દરમ્યાન આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, સંસ્કાર શિબિરમાં લાખો લોકો જોડાયા છે. મને અવસર આપ્યો તે બદલ ધન્યતા અનુભવું છું. સમાજના નિર્માણમાં સભ્યતા, પરંપરા, આકાર, વિચાર, વ્યવહાર ,સંસ્કાર મહત્વનો ભાગ ભજવે છે. શિબિર થકી સ્પષ્ટતા સાથે નવી ઉર્જાનો સિંચઈ થતાં નવચેતના મહેસુસ થશે. એક તરફ ભારત દેશ આઝાદી નું અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. બીજી તરફ નવા ભારત માટે સામૂહિક પ્રયાસ થઈ રહ્યો છે.આ સમયે શિબિરનું આયોજન વિશેષ સહકાર આપે છે. કોઈ પણ ક્ષેત્રમાં ચુનોતી સામે ભારત સન્માન સાથે આગળ ઉભું રહ્યું છે. ભારત દેશની સફળતા યુવાઓના સામર્થ્યનું સૌથી મોટું સાક્ષી છે. સારા સંસ્કાર અન્યનું પણ કલ્યાણ કરે છે. સંસ્કારી નગરી વડોદરામાં સંસ્કાર ઉત્સવ યોજાયો છે. આપણને દેશ માટે મરવાનું નહીં પણ જીવવાનું સૌભાગ્ય મળ્યું છે. ત્યારે સમાજસેવી કાર્યો કરવા જોઈએ તે પણ દેશહિતમાં યોગદાન જ કાર્ય છે. એક વર્ષ માટે ડિજિટલ કરન્સી અપનાવી મોટી ક્રાંતિ અંગે નાનકડો પ્રયાસ કરવા યુવાનોને આહવાન કર્યું હતું. સાથે એક વર્ષ દરમિયાન માત્ર 75 કલાકનો સમય દેશમાં સેવાભાવી કાર્યો સંદર્ભે સંકલ્પ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે નાગાલેન્ડની દીકરીએ કાશીના ઘાટ સાફ કર્યા તે કિસ્સાને યાદ
કર્યો હતો.

