વિઝાની મુદત પૂરી, ભુજથી મોરેશિયસની મહિલા ઝડપાઈ

Tuesday 24th May 2022 13:51 EDT
 

ભુજઃ ભુજ તાલુકાના માધાપર ગામમાં વિઝા પૂર્ણ થઈ ગયા બાદ પણ દેશમાં ગેરકાયદે રહેતી મોરેશિયસની મહિલા પકડાઈ છે. તે ઘણા સમય પહેલા ભારત આવી હતી અને હાલ તે  માધાપરમાં સંબંધીઓને ત્યાં રહેતી હતી. મહિલા સામે ચાલીને માદાપર પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યારે પોલીસેને જાણ થઈ હતી કે, તે મહિલાની વિઝાની મુદત વીતી ગઈ છે હોવા છતાં પણ ભારતમાં વસવાટ કરી રહી છે. પૂછપરછમાં તે મોરેશિયસની રહેવાસી દેઓરાની ઋષિકેશ મધુપ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તે માધાપરનાં ગોકુલધામમાં રહેતી હતી. 


comments powered by Disqus