નવીદિલ્હી/લંડન: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11 દેશમાં મંકીપોક્સના 80 કેસ કન્ફર્મ થયાનું અને 50ના ટેસ્ટ રિઝલ્ટ પેન્ડિંગ હોવાનું જણાવ્યા બાદ ભારતમાં ફોર્નની ફ્લાઇટ્સવાળા તમામ એરપોર્ટ્સ પર યુરોપ, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ શરૂ કરી દેવાયું છે. એરપોર્ટ્સની સર્વેલન્સ સિસ્ટમ કોરોનાકાળની માફક એક્ટિવ કરી દેવાઈ છે. જે 11 દેશમાં પંકીપોક્સના કેસ આવી ચૂક્યા છે. કેન્દ્ર સરકારે નેશલન સેન્ટરફોર ડીસીઝ કંટ્રોલ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને મંકીપોક્સ પર ગંભીરતાથી નજર રાખવા અને લક્ષણોવાળા મુસાફરોના સેમ્પલ ટેસ્ટ માટે પૂણે સ્થિત નેશલન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીને મોકલવા આદેશ કર્યો છે.

