જૈનોના પવિત્ર તીર્થ શેત્રુંજય ગિરિરાજ પાલિતાણા પર બિરાજમાન આદિનાથ ભગવાનની 491મી સાલગીરી શ્રી આચાર્ય ભગવંતો અને સાધુ-સાધ્વીજી મ.સા.ની નિશ્રામાં તા. 21ને શનિવારે ઉજવાશે. આ તકે જપ તળેટીથી લઈને ગિરિરાજની ટોચ સુધી આવેલ 1000 જેટલા જિનાલયના શિખરો પર ધજા ચડાવવામાં આવશે. આ પ્રસંગે શેઠ આ.ક.પેઢી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 1000 જેટલી ધજા આજે દર્શનાર્થીઓ માટે પારણાંઘરમાં રાખવામાં આવેલ. આદિનાથ દાદાની 491મી સાલગીરી મહોત્સવ શનિવારે ધામધૂમથી ઊજવાશે.

