• દિલ્હીમાં તોફાની પવન સાથે ભારે વરસાદઃ રાજધાની દિલ્હીમાં સોમવારે કલાકના 90 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન વચ્ચે જોરદાર વરસાદ વરસ્યો હતો. ભારે ગરમીથી અકલાયેલા લોકો માટે આ વરસાદ ગરમીમાં ભારે રાહત લાવ્યો હતો. વરસાદના પગલે શહેરના તાપમાનમાં ફક્ત દોઢ કાલકમાં જ 11 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ચારેતરફ ટ્રાફિક જામ અને પાણી ભરાવાના દૃશ્યો સર્જાયા હતા. વરસાદના કારણે દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ અંધાધૂંધી અને અવ્યવસ્થા સર્જાયા હતા.
• 2022ના 100 સૌથી પ્રભાવશાલી લોકોની યાદીમાં ગૌતમ અદાણી, કરુણા નંદી સામેલઃ સુપ્રીમ કોર્ટના એડવોકેટ કરુણાનંદી, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીઅને જાણીતા કાશ્મીરી માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝે ટાઈમ મેગેઝનની 2022 માટે વિશ્વના 100 સૌથી વધુ પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીને છ કેટેગરીમાં પહેંચવામાં આવી છે. આ કેટેગરી આિકોન્સ, પાયોનિયર્સ,ટાઈટન્સ, કલાકારો, નેતાઓ અને ઇનોવેટર્સ છે. અદાણીને એપલના સીઓ ટિમ કૂક અને અમેરિકન હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રેની પસંદ સાથે ટાઇટન્સ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ નંદી અને પરવેઝને લીડર્સની શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના યુક્રેનિયન સમકક્ષ વોલોદિમીર ઝેલેન્સ્કીને પણ આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલુ રહ્યું છે.
• વિનયકુમારને દિલ્હીના નવા લેફ.ગવર્નર બનાવાયાઃ વિનયકુમાર સક્સેનાને દિલ્હીના નવા લેફ.ગર્વનર બનાવવામાં આવ્યા છે. તેમની અનિલ બૈજલના રાજીનામા બાદ આ હોદ્દા પર નિમણૂક કરાઇ છે. અનિલ બૈજલે ગત સપ્તાહે અંગત કારણો જણાવી દિલ્હીના ઉપ રાજ્યપાલપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે નજીબગંજના રાજીનામા પછી ૨૦૧૬માં આ હોદ્દો સંભાવ્યો હતો.
• કેદારનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું, ૫૦૦૦ શ્રદ્વાળુને ગુફામાં રોકી દેવાયાઃ ઉત્તરાખંડમાં અચાનક બદલાયેલા હવામાનને પગલે સ્થાનિક તંત્રએ ચારધામ યાત્રા રોકી દેવાની ફરજ પડી છે. હવામાન વિભાગે જારી કરેલા ઓરેન્જ એલર્ટ પછી તંત્રએ સૌથી પહેલા કેદારનાથ યાત્રા ૩ કલાક સ્થગિત કરાઈ હતી. અહીંના શ્રદ્ધાળુઓને પણ સુરક્ષિત સ્થળે રોકાઈ જવાની અપીલ કરાઈ છે. તેજ પવન સાથે પડી રહેલા વરસાદને પગલે હેલિકોપ્ટર સેવા પણ બંધ કરાઈ છે
• ભારતની સેના દ્વારા લદાખથી અરુણાચલ સુધી મોટાપાયે લશ્કરી કવાયતઃ ચીન સાથે લદાખ મોરચે બે વર્ષ કરતા વધુ સમયથી તંગદિલી સર્જાઈ છે અને બંને દેશો સેના આદુનિક શસ્ત્રો સાથે પોઝિશન લઈને ઊબી ચે ત્યારે ભારતની સેના દ્વારા LAC પર લદ્દાખથી અરુણાચલ સુધી મોટાપાયે લશ્કરી કવાયત યોજવામાં આવી હતી. દૌલતબેગ એલ્ડી સેક્ટરમાં નવી ધરી પર ઝડપી ગતિએ કામ હાથ ધરવામાં આવ્યું છે. આ તમામ સેક્ટરમાં ચીનને યુદ્ધનાં સંજોગોમાં જડબતોડ જવાબ આપવા ભારતની સેના સજ્જ છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લદ્દાખ સેક્ટરમાં સેનાને મદદ કરી શકાય તે માટે નવું ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભુ કરાઈ રહ્યું છે. LAC ખાતે ભારતનું આર્મી તેમજ ITBP વચ્ચે સંયુક્ત સંકલન વધારવામાં આવ્યુ છે અને બને દળો દ્વારા અનેક પ્રકારની સંયુક્ત કવાયત હાથ ધરાઈ છે. ચીનની ઉત્તરાખંડ બોર્ડર પર બંને દળો દ્વારા સંયુક્ત કવાયત હાથ ધરાઈ હતી જેને IBEX એવું કોડ નામ આપવામાં આવ્યું હતું.
• મધ્ય પ્રદેશના નીમચમાં મુસ્લિમ હોવાની શંકાએ જૈન વૃદ્ધની હત્યા કરાઈઃ રતલામ જિલ્લાના સૌથી મોટી ઉંમરના સરપંચ પિસ્તાબાઈ ચત્તર (86)ના સૌથી મોટા પુત્ર ભંવરલાલ જૈન (65)ની ભાજપના નેતાએ ઢોર મારીને હત્યા કરી નાખી છે. વૃદ્ધ મુસ્લિમ હોવાની શંકા હોવાને કારણે તેમની હત્યા કરવામાં આવી. મૃતક વૃદ્ધ પાછા એક બીજા ભાજપ નેતાના ભાઈ છે. વૃદ્ધને ઢોર માર મારનારા ભાજપ નેતા દિનેશ કુશવાહા છે.
• ચિત્રા સાથે જોડાયેલા 10થી વધુ ઠેકાણાં પર CBIની રેડઃ સીબીઆઈએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) કો-લોકેશન સ્કેમની તપાસના મામલામાં10થી વધુ ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા છે. તેમાં એનએસઈના પૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણ તથા પૂર્વ ગ્રૂપ સંચાલન અધિકારી આનંદ સુબ્રમણ્યમથી જોડાયેલા ઠેકાણાંઓ સામેલ છે. સીબીઆઈએ શનિવારે દિલ્હી, કોલકાતા, મુંબઈ, ગુરુગ્રામ, ગાંધીનગરમાં દરોડા પાડ્યા હતા. 2018થી ચાલી રહેલી તપાસમાં એજન્સીએ એપ્રિલમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ગુમનામ યોગીને NSEની જાણકારી શેર કરવા પર સેબીએ ચિત્રા પર 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
• આવકથી વધુ સંપત્તિ મામલે હરિયાણાના પૂર્વ સીએમ દોષિતઃ આવકથી વધુ સંપત્તિના કેસમં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઇન્ડિયન નેશનલ લોકાદળના સુપ્રીમો ઓમપ્રકાશ ચૌટાલાને દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે શનિવારે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટમાં 26 મેના રોજ આ સજા મુદ્દે ચર્ચા થશે. આ પહેલા 19 મેના રોજ કોર્ટે આવકથી વધુ સંપત્તિના કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલામાં સીબીઆઈએ 26 માર્ચ, 2010ના રોજ ચૌટાલા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
• 42000 કરોડનું બાઈક-બોટ કૌભાંડ, 118 ફરિયાદોની સંયુક્ત કાર્યવાહી થશેઃ સુપ્રીમ કોર્ટ દ્વારા બાઈક બોર્ટ અને ગ્રેન્ડ વેનિસ મોલ કૌભાંડના આરોપીઓને મોટી રાહત આપવામાં આવી છે. આરોપીઓ સામે જુદા જુદા સ્થળોએ કુલ 118 ફરિયાદો દાખલ થઈ હતી, આ બધી જ ફરિયાદોને એક કરીને જ એક જ કોર્ટમાં કેસ ચલાવવાની રાહત આપતો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આરોપીઓએ આ માગણી સુપ્રીમમાં કરી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
• પાક.ની કુખ્યાત જાસૂસી સંસ્થા ISIના હની ટ્રેપમાં ફસાયેલા જવાનની ધરપકડઃ રાજસ્થાનના જોધપુરમાં સીઆઈડી ઈન્ટેલિજન્સે નિગરાની રાખીને પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક ભારતીય જવાનને ઝડપી લીધો હતો. હની ટ્રેપમાં ફસાયેલો જોધપુર રેજિમેન્ટનો જવાન પાક.ની મહિલા જાસૂસને વોટ્સએપમાં સંવેદનશીલ માહિતી મોકલતો હતો. આ જવાન ત્રણ વર્ષ પહેલાં ભારતીય સૈન્યમાં જોડાયો હતો. પાકિસ્તાની મહિલા જાસૂસના સંપર્કમાં આવેલો ભારતીય જવાન પ્રદીપકુમાર હની ટ્રેપમાં ફસાયો હતો. તે જોધપુર રેજિમેન્ટમાં કાર્યરત હતો અને ત્રણ વર્ષ પહેલાં ભારતીય સૈન્યમાં જોડાયો હતો. મહિલા જાસૂસના સંપર્કમાં આવ્યા બાદ તે વોટ્સએપમાં સતત વાતો કરતો હતો. વોટ્સએપમાં જ આ ભારતીય જવાને પાકિસ્તાની મહિલા જાસૂસને ભારતની સંવેદનશીલ માહિતી મોકલાવી હતી.
• ભાજપ માટે 25 વર્ષના લક્ષ્યાંકો નક્કી કરીને તેને સાકાર કરવા માટે કામ કરવાનો સમય આવી ગયો છે - મોદીઃ ભાજપ માે હવે 25 વર્ષનાં લક્ષ્યાંકો ન્કકી કરને તેને સાકાર કરવા માટે કામ કરવાનો સમય આવી ગયો છે. તેવો અનુરોધ પીએમ મોદીએ ભાજપના નેતાઓને કર્યો હતો. તેમણે તમામ નેતાઓને 25 વર્ષની કાર્યયોજના બનાવવાની જવાબદારી સોંપી હતી. આ ઉપરાંત કોઈ નિવેદન કરી વખતે જીભ લપસે નહીં તેવી રીતે જાગૃતિ રાખવા અને આડેધડ નિવેદનો નહીં કરવા સલાહ આપી હતી.
• દેશની સૌથી મોટી વિધાનસભા પેપરલેસ થઇઃ દેશની સૌથી મોટી વિધાનસભા હવે પેપરલેસ થઇ ગઇ છે. ૪૦૩ સભ્યોવાળી વિધાનસભા હવે ઇ-વિધાન હેઠળ કામ કરશે. શુક્રવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેનું ઉદ્ઘાટન કર્યું. ૨૩ મેથી શરૂ થઇ રહેલું વિધાનસભાનું બજેટ સત્ર હવે સંપૂર્ણપણે હાઇટેક હશે. ધારાસભ્યોના સવાલ અને મંત્રીઓના જવાબ આ બધું જ ટેબલેટના માધ્યમથી થશે. એટલું જ નહીં, આમજનતા પણ ગૃહમાં પોતાના ચૂંટાયેલા લોકપ્રતિનિધિના વ્યવહારને લાઇવ ટ્રેક કરી શકશે.
• પ્રશાંત કિશોરનો દાવો - ગુજરાત હિમાલય પ્રદેશમાં કોંગ્રેસ હારશેઃ કોંગ્રેસે રાજસ્થાનમાં ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં પાર્ટીએ ભવિષ્યની રણનીતિ પર વિચાર-વિમર્શ કર્યો હતો. તેને લઈને હવે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે લખ્યું કે, મને વારંવાર ઉદયપુર ચિંતન શિબિર વિશે પૂછવામાં આવ્યું. તો મારા વિચારથી આ શિબિર યથાસ્થિતિને લાંબી ખેંચવા અને કોંગ્રેસ નેતૃત્વને થોડો સમય આપવા સિવાય કંઈ પણ સાર્થક પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી, ટૂંક સમયમાં યોજાનારી ગુજરાત અને હિમાચલ ચૂંટણીમાં મળનારી હાર સુધી તો ખરું જ. આમ, પ્રશાંત કિશોરે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની હારની પણ ભવિષ્યવાણી કરી છે.
• નવજોત સિદ્ધુને 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં એક વર્ષની સખત કેદઃ પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુને 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો પડયો છે. સુપ્રીમ કોર્ટે નવજોતસિંહ સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ પહેલા સુપ્રીમે તેમને એક હજાર રૂપિયાનો દંડ કરીને છોડી દીધા હતા. સુપ્રીમ કોર્ટના જ વર્ષ 2018ના એક ચૂકાદા વિરુદ્ધ 65 વર્ષના પીડિત ગુરનામ સિંહના પરિવાર દ્વારા દાખલ પુનર્વિચાર અરજી સ્વીકારી લીધી હતી. સુપ્રીમ કોર્ટે 2018ના ચૂકાદામાં નવજોતસિંહ સિદ્ધુની 3 વર્ષની સજાને ઘટાડીને રૂ. 1,000નો દંડ કર્યો હતો.
• બ્રિક્સ સમિટમાં જયશંકરે ચીનને લીધું નિશાનેઃ બ્રિક્સ સમૂહની ડિજિટલ બેઠકનું મેજબાન ચીન બન્યું હતું અને આ બેઠકમાં ભારતીય વિદેશમંત્રી ચીનને એલએસી ઉપરની હરકતો અંગે આડે હાથ લીધું હતું. બેઠકના થોડા સમય પહેલાં અહેવાલ આવ્યા હતા કે ચીન પેંગોંગ લેક પાસે બીજો પુલ બનાવી રહ્યું છે. જેને લઈને ચીન ઉપર નિશાન તાકવામાં આવ્યું હતું. જયશંકરે સ્પષ્ટ રીતે યુક્રેનમાં સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો અને ઈશારામાં ચીનને પણ નિશાને લીધું હતું. જયશંકરે કહ્યું હતું કે બ્રિક્સે વારંવાર સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડતા, આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કર્યું છે.
• સપા નેતા આઝમ ખાન સવા બે વર્ષ પછી જેલમાંથી છૂટ્યાઃ સુપ્રીમ કોર્ટે છેતરપિંડીના કેસમાં આરોપીના વચગાળાના જામીન મંજૂર કરતા સમાજવાદી પક્ષના નેતા આઝમખાન શુક્રવારે ઉત્તરપ્રદેશની સીતાપુર જેલમાંથી મુક્ત થયા છે. સવા બે વર્ષ પછી છૂટેલા આઝમને એમના પુત્ર અને ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ, પ્રગતિશીલ સમાજવાદી પક્ષ (લોહિયા)ના નેતા શિવપાલસિંઘ યાદવ અને અનેક સમર્થકોએ જેલ બહાર આવકાર્યા. આઝમખાન 88 કેસનો સામનો કરી રહ્યા છે, જેમાં જમીન પડાવી લેવાના કેસનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે છેતરપિંડીના એક કેસમાં એમને વચગાળાના જામીન મંજૂર કરતા તેઓ તમામ 88 કેસમાં જામીન
પર છે.
