સક્કરબાગ ઝુમાં બે સિંહો અને ત્રણ દીપડાને કોરોના વેક્સિન અપાઈ

Tuesday 24th May 2022 13:40 EDT
 
 

જૂનાગઢઃ પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રાહલયમાં રહેતા ત્રણ દીપડાઓ અને બે સિંહોને કેન્દ્ર સરકાર અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનની મંજૂરી બાદ કોરોના રસી આપવામાં આવી હતી. હવે 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. ત્યારબાદ બંન્નેના એન્ટીબોડીમાં થતા ફેરફારો અંગે પરીક્ષણ કરવામાં આવશે.
એપ્રિલ 2020 માં અમેરિકાના ન્યુયોર્કમાં વાઘ અને હૈદરાબાદના ઝુ માં સિંહ તેમજ ચેન્નાઈમાં બે સિંહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી આઈસીએઆર દ્વારા પ્રાણીઓ માટે કોરોના રસી બનાવી હતી. કેન્દ્ર સરકાર અને ગુજરાતના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને આ રસીના ટ્રાયલ માટે મંજૂરી આપ્યા બાદ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા યુવાન બે સિંહ અને ત્રણ દીપડાને કોરોના રસી આપવામાં આવી હતી.
આ રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવશે. ત્યારપછી બે મહિના બાદ પ્રાણીઓના એન્ટીબોડીઝ અંગે પરીક્ષણ કરવામાં આવશે. હાલ આ સિંહ અને દીપડાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.


comments powered by Disqus