હાસ્ય-જોક્સ

હાસ્ય-જોક્સ

Wednesday 25th May 2022 07:20 EDT
 
 

ચંપાઃ શું ખાય છે?
ભૂરોઃ બદામ.
ચંપાઃ મને તો ટેસ્ટ કરાવ.
ભૂરોઃ લે એક.
ચંપાઃ એકમાં શું થાય.
ભૂરોઃ બાકીની બદામનો ટેસ્ટ પણ સરખો જ છે.
---
સુરીલીઃ દીકરી રમુ, તારા લગ્ન થઈ ગયા?
રમુઃ હા, આન્ટી થઈ ગયા છે.
સુરીલીઃ સરસ! તારો પતિ શું કરે છે બેટા?
રમુઃ અફસોસ કરે છે.
---
શિક્ષકઃ હું આ દસનો સિક્કો એસિડમાં નાખું છું તે ઓગળી જશે કે નહીં?
ભૂરોઃ નહીં ઓગળે.
શિક્ષકઃ શાબાશ, તને કેવી રીતે ખબર પડી?
ભૂરોઃ જો ઓગળી જવાનો હોય તો તમે અમારી પાસેથી સિક્કો માંગ્યો હોત.
---
જિગોઃ ભારત સામેની મેચમાં પાકિસ્તાન હારી ગયું છતાં તેના બધા ખેલાડી કેમ ખુશ છે?
ભૂરોઃ એ બધાને બેટિંગ મળી એટલે.
---
જિગોઃ હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માગું છું.
ચંપાના પિતાઃ હું નથી ઇચ્છતો કે મારી દીકરી તેની આખી જિંદગી કોઈ મૂર્ખ જોડે પસાર કરે.
જિગોઃ હું એટલે જ તો લગન કરીને તેને અહીંથી લઈ જવા માગું છું.
---
ભૂરોઃ તું કામ છે એવું કહીને બહાર જાય છે ત્યારે મને બહુ ચિંતા થાય છે.
ચંપાઃ એમાં ચિંતા નહીં કરવાની, તમને ખબર પણ નહીં પડે અને હું પાછી આવી જઈશ.
ભૂરોઃ એ જ વાતની તો ચિંતા થાય છે.

---
ભૂરોઃ હવે કેવો છે માથાનો દુખાવો?
જિગોઃ એ તો આજે સવારે જ પિયર ગયો...

---


comments powered by Disqus