‘કોંગ્રેસની હારમાં EVMનો વાંક નથી, પાર્ટીનું જ મિસ મેનેજમેન્ટ જવાબદાર’

Tuesday 24th May 2022 13:17 EDT
 
 

અમદાવાદઃ દેશભરમાં યોજાતી ચૂંટણીમાં પરાજય થાય એટલે કોંગ્રેસના નેતા ઇવીએમનો વાંક કાઢે છે, આ ઇવીએમના વાંક પાછળ કોંગ્રેસનું ચૂંટણીલક્ષી મિસ મેનેજમેન્ટ હોવાનું તેમના ધારાસભ્યોનું જ કહેવું છે.
ગુજરાતમાં મહેસાણામાં કોંગ્રેસ દ્વારા ઉત્તર ગુજરાત ઝોનની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસના વટાણા વેરતા હોય તેમ કહ્યું કે, કોંગ્રેસમાં બુથ મેનેજમેન્ટ હોતું જ નથી. બુથ પર કાર્યકરો હોતા નથી. બુથ પર જે કાર્યકરો નિમવામાં આવે છે તેઓ આખો દિવસ નાસ્તો કરે છે, રાત્રે નાસ્તો કરે છે અને મતદાનના દિવસે વહેલી સવારે ૫ કલાકે સૂઈ જાય છે. ચૂંટણીલક્ષી કામગીરીમાં કોંગ્રેસના કાર્યકરો નબળા છે. ધારાસભ્ય શિવા ભૂરિયાએ કહ્યું હતું કે, કાર્યકરો મત ભાજપને આપીને આવે છે અને પછી
કહે છે અમે કોંગ્રેસને મત
આપ્યો હતો.


comments powered by Disqus