અમરેલીઃ ખાતર ઉત્પાદન કરતી વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા 'ઈફ્કો'ના ચેરમેન તરીકે અમરેલીના ખેડુત પુત્ર પુર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની વરણીને જીલ્લા ભાજપ અને સહકાર પરિવારે સરકારની સંપુર્ણ ગાઈડલાઈન મુજબ ઉજવણી કરીને આવકારી હતી. ઈફ્કોમાં આ સ્થાન લાંબા સમય પછી સૌરાષ્ટ્રને મળ્યુ છે. અગાઉ પણ એક વખત સૌરાષ્ટ્રને આ પ્રતિનિધિત્વ મળી ચૂક્યું છે. અગાઉના ચેરમેન બલવિંદનરસિંઘ નકાઈનું ગયા વર્ષે ૧૧ ઓક્ટોબરે નિધન થતાં તેમને બોર્ડ ઓફ ડાયરેકટર દ્વારા નવા ચેરમેન બનાવવામાં આવ્યા હતા. આમ તેઓ ૧૭માં ચેરમેન બન્યા છે. અત્યાર સુધીમાં તેઓ સંસ્થાના વાઇસ ચેરમેન હતા. સંઘાણી ઘણા સમયથી સહકારી ક્ષેત્રે કાર્યરત છે. ગુજરાતમાં ગુજકોમાસોલ ઉપરાંત અન્ય સહકારી સંસ્થાઓમાં પણ સક્રિય છે.

