એનઆરઆઈ ખાતેદારોની જમીનનું રૂ. ૧૫ કરોડનું વળતર વચેટિયા ખાઇ ગયા

Tuesday 25th January 2022 14:15 EST
 

ગાંધીનગરઃ નવસારી જિલ્લાામં વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે માટે સંપાદિત થતી એનઆરઆઇ ખેડૂતોની જામીન સંપાદનનું વળતર માલિકને આપવાના બદલે મળતિયાઓ દ્વારા બરોબાર ગુપચાવી દેવાનું સુઆયોજિત કૌભાંડ ખુદ રાજ્ય સરકારે તપાસ પકડી પાડ્યું છે કાર્યકરોની ફરિયાદના પગલે ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે સૂચના આપતા ખુદ મહેસૂલ મંત્રીએ જાતે તપાસ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હાલ ૧૨ જેટલા ખાતેદારોના વળતરની અંગાજે ૧૫ કરોડ જેટલી રકમ બારોબાર મળતીયાઓનું ગુપચાવી દીધું હોવાનું બહાર આવ્યું છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંધ, આલીપોર અને સુંઠવાડ ગામની જામીનો એક્સપ્રેસ હાઇવે માટે સંપાદન કરવામાં આવી રહી છે. જે પૈકીની કેટલીક જમીનના માલિકો વિદેશમાં રહેતા હોવાથી કેટલાક લોકોએ એકત્ર થઇને બોગસ પાવર ઓફ એટર્ની, કન્સેન્ટ લેટર, બનાવટી, ડોક્યુમેન્ટ સાઉથ આફ્રિકાથી મંગાવાયા હોવાનું કહી રજૂ કરીને મૂળ માલિકોને મળનારા વળતરની રકમ બરોબાર ઉચાપત કરી લેવાતી હતી. હાલ આવી ૧૨ ફરિયાદો મળી છે. આ મામલે નવસારી પોલીસમાં એફઆઇઆઇ દાખલ કરવામાં આવી છે. જેમાં એક વકીલ એ.એ.શેખ પણ આરોપી છે. આ તમામ ૧૨ કેસમાં આ એક જ વકીલે ડોક્યુમેન્ટ તૈયાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. નવસારી પોલીસે વકીલ ઉપરાંત ઇલીયાસ ઇસ્માઇલ મુલ્લા, શાહજહા ગુલાબનબી મન્સુરી, જફર એ. શેખ, ઇદ્વીશ અબ્દુલ રહીમ શેખ સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

મહેસૂલી અધિકારીઓની પણ સંડોવણી

મહેસૂલી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે જે પ્રકારે સુઆયોજિત કૌભાંડ આચરવામાં આવ્યું કે જોતા જમીન સંપાદન અધિકારી સહિત તેમનાં સ્ટાફની પણ સંડોવણી હોવાની પ્રબળ આશંકા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ અધિકારીઓની તાત્કાલિક બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે. તેમની સામે ખાતાકીય તપાસ પણ થશે અને ત્યાર બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.


comments powered by Disqus