અમદાવાદઃ કચ્છના મુન્દ્રા પોર્ટ પર કન્ટેનર ફ્રેટ સ્ટેશન (સીએફએસ) પરથી કારના ભંગારમાં છૂપાવીને ઘૂસાડવામાં આવેલા અમેરિકી ગાંજો મારીજુઆના નામનું સિન્થેટિક ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની કિંમત રૂ. ૨૫૦ કરોડ અંદાજવામાં આવે છે. અમેરિકામાં આ ડ્રગ્સ હાઇક્વોલીટીનુ માનવામાં આવે છે અને ભારતમાં દિલ્હી પછી મુબઇમાં તેનો ઉપભોગ વધારે થાય છે. એક એક કિલોગ્રામના ૯૦ પેકેટ્સમાથી ડ્રગ્સ પકડાતા ફરીએક વાર ઇન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડીકેટના નામો બહાર આવ્યા છે. નોંધનીય છે કે, ગત સપ્ટેમ્બર માસમાં મુન્દ્રા પોર્ટ પરથી ર૧ હજાર કરોડ કરતાં વધુ રકમનું હેરોઈન ડીઆરઆઈએ પકડયા બાદ આ બીજું મોટું ઓપરેશન કેન્દ્રીય એજન્સી દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.
મુન્દ્રા પોર્ટ પર કેનેડાથી આયાત કરાયેલા યુરોપિયન કન્ટ્રી માલ્ટાનો ફ્લેગ લગાવેલા કન્ટેનરને અટકાવીને દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે તપાસ હાથ ધરતાં કારના ભંગારમાં છૂપાવેલા અમેરિકન ડ્રગ્સના ૯૦ પેકેટ્સ મળી આવ્યા હતા. ટોચના એનસીબીના મુબઇ અને દિલ્હીના સૂત્રોએ જણાવ્યુ કે, ભારતમાં દિલ્હી અને મુબઇમાં અમેરિકન ડ્રગ્સનો ઉપભોગ સૌથી વધુ હોવાથી દરિયાઇ માર્ગે આવી રહ્યુ છે. મુબઇમાં પ્રતિગ્રામ ૩૫૦ અને દિલ્હીમાં પ્રતિગ્રામ ૫૦૦માં વેચાણ થાય છે. ભારતમાં આ પ્રકારના અમેરિકન ડ્રગ્સનુ સીઝર પ્રથમવાર થયું છે.
યુએસમાં ૧૨ વર્ષ અને તેનાથી મોટી ઉમરના યુવકો અમેરિકન ડ્રગ્સનુ સેવન કરે છે, જેને અમેરિકામા કાનાબીસ તરીકે ઓળખવામા આવે છે. યુએસના ફેડરલ કન્ટ્રોલ સબટન્સીસ એકટ ૧૯૭૦ હેઠળ કાનાબીસ ડ્રગ્સને શિડયુલ-આઇ કેટગરીમાં મૂકવામાં આવ્યુ છે અને તેના વેચાણ અને સેવન પર પ્રતિબંધ મૂકેલો છે.
કારના ભંગારનું કન્ટેનર હરિયાણાના સોનીપત જવાનું હતું
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે જે કન્ટેનરમાંથી ડ્રગ્સના ૯૦ પેકેટ્સ ઝડપ્યા છે, તે કન્ટેનર હરિયાણાના સોનીપત જવાનું હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. જો કે, કેનેડાના ટોરંન્ટોથી બુકીંગ કરાયેલા કન્ટેનરનું ફાઇનલ લેન્ડિંગ સ્ટેશન પંજાબના ગોવિંદગઢ હતું
યુએસની જેમ ભારતમાં ફિઝિકલ ફિટ રહેવા કેનેબીરાનું સેવન વધારે
યુએસમાં ટિનેજર્સ ફિઝિકલ ફિટ રહેવા મારીજુઆના (કેનબીરા)નું સેવન કરે છે. એફબીઆઈ બાજ નજને કારણે યુએસના ડ્રગ્સ માફિયા કેનેડા અને પાકિસ્તાના ડ્રગ્સ માફિયાઓ મારફત ડ્રગ્સની હેરાફરી કરી રહ્યા છે. બારતમાં દિલ્હીમા અંદાજે ૫૦ હજાર બંધાણીઓ અને મુંબઈમાં ૫૦થી ૬૦ હજાર બંધાણીઓ છે. પંજાબ આખા દેશનું ડ્રગ્સ લેન્ડીંગનું મેઇન એપીસેન્ટર બની ગયું છે. હાર્ડકોર ક્રિમીનલ યુએસમાં સેવન કરતા હોવાની માહિતી પણ સૂત્રોએ આપી છે.
યુએસમાં મારીનોલ, સાયડ્રોસ, કેસામેટ જેવા ડ્રગ્સની સાથે કેનેબીસનું વેચાણ
યુએસમાં મારીનોલ, સાયડ્રોસ કાસામેટ જેવા ડ્રગ્સનું સેવન વધારે થાય છે. આ સિન્થેટીક ડ્રગ્સ કરતા કાનાબીસ ડ્રગ્સ હાઇક્વોલિટીનું હોય છે. કોકેઈન કરતા પણ વધારે ક્વોલિટીનું ડ્રગ્સ માનવામાં આવે છે.

