કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, બે ધારાસભ્યોએ કોવિડ પ્રોટોકોલના ધજાગરા ઉડાવી ઠુમકા લગાવ્યા

Tuesday 25th January 2022 13:56 EST
 
 

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે બે દિવસ પહેલાં જ કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે પાંચ દિવસની રજા જાહેર કરવાની ગુજરાત સરકારને સલાહ આપી હતી, જો કે પ્રમુખના ભાઈને ત્યાં યોજાયેલા લગ્નસમારોહમાં પ્રમુખ જગદીશ ઠાકરો, ધારાસભ્ય સી.જે. ચાવડા, ધારાસભ્ય બળદેવ ઠાકોર સહિત અન્યોએ સોસિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતની ગાઈ લાઈનની ઐસીતૈયી સકરી હતી અને સ્ટેજ પર ઠુમકા માર્યા હતા. એ વખતે ચલણી નોટો પણ ઉછળી હતી.
કોંગ્રેસના પ્રમુખે બે દિવસ પહેલાં જ કોરોનાને કાબૂમાં લેવામાં ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ કર્યા હતા, આ સાથે જ કોરોનાની ચેઈન તોડવા માટે પાંચ દિવસની રજા જાહેર કરવા માટે સરકારની સુફિયાણી સલાહ આપી હતી. જોકે પરિવારના જ લગ્ન સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતની કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે.


comments powered by Disqus