જેતપુરઃ કાગવડ ખાતે લેઉવા પટેલોની આસ્થાના પ્રતિક ખોડલધામને પાંચ વર્ષ પૂર્ણ થતા આજે યોજાયેલા પંચવર્ષીય પાટોત્સવમાં સોશિયલ મીડિયા થકી દેશ-વિદેશના ભાવિકો વર્ચ્યુઅલી જોડાયા હતા. ૧૦ હજારથી વધુ સ્થળે આરતી કરવામા આવી હતી.
રાજકોટ જિલ્લના પડધરી તાલુકાના નાગબાઈના ગઢડા ગામના વતની અને સામાન્ય ખેડૂત પરિવાર એવા હરિભાઈ ટીંબડીયાનો પરિવાર આ મહાયજ્ઞામાં યજમાન બન્યો હતો. હરિભાઈ ટીંબડીયાની મા ખોડલ પ્રત્યેની શ્રદ્ધા એવી છે કે ૨૦૧૧માં ખોડલધામ શિલાન્યાસ પ્રસંગે પ્રસાદીમાં આપવામાં આવેલો લાડુ તેઓએ ઘરે સાચવીને રાખ્યો હતો. પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહોત્સવની વર્ચ્યુઅલ ઉજવણીને સમાજ જાગૃતિ ગણાવી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા થતા કાર્યોની સરાહના કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ શુભેચ્છા વ્યકત
કરી હતી.

