ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડીનું ઝૂંડ ગવિયર તળાવમાં ફરતું નજરે પડ્યું

Tuesday 25th January 2022 14:14 EST
 

સુરતઃ સુરત શહેરથી ૭ કિ.મી. દૂર આવેલું ગોવિયર તળાવ એક વન્યજીવોનું આશ્રયસ્થાન છે. જ્યાં દેશ-વિદેશથી અનેક પક્ષીઓ હજારો કિ.મી.ની મુસાફરી કરી શિયાળાના સમયે  ખાસ પ્રજનન માટે આવે છે. સમગ્ર દેશના આશરે ૫૧૦ જેટલા પ્રાણી સંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જળ બિલાડીઓની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. સરથાણા નેચર પાર્ક ઉપરાંત ગવિયર લેક ખાતે તે જોવા મળી હતી. ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર ૨૦૧૫ની સાલથી નેચર ક્લબ રિસર્ચ કરે છે. હાલમાં જળ બિલાડીની વસ્તી વધતી દેખાઈ રહી છે. 


comments powered by Disqus