પલસાણાઃ પલસાણા ચાર રસ્તા પાસે આવેલી સૌમ્ય મિલમાં મળસ્કે ભીષણ આગ લાગ હતી. જેમાં મૂળ રાજસ્થાન જોધપુરના અને હાલ સુરત તિરૂપતિ સર્કલ પાસે રહેતા કાનારામ સુથાર એક માસથી આ મિલમાં દીકરા અને ભાણેજ સાથે ફર્નિચરનું કામ કરી રહ્યા હતા. તેઓનો મોટો દીકરો જગદીશ,નાનો દીકરો પ્રવીણ અને ભાણેજ આગમાં ફસાયા હતાં. જગદીશનો પિતા પર કૉલ આવ્યો કે અહીં આગ લાગી હોવાથી નીકળવું મુશ્કેલ છે. સુપરવાઇઝરને કહો અમને બચાવે. પરંતુ તેઓને બચાવી શકાયા ન હતાં. તેઓના મૃતદેહ જ મળ્યાં હતાં. કાનારામનો નાનો દીકરો પ્રવીણ રાજસ્થાનમાં ૧૧ માં અભ્યાસ કરતો હતો. હાલ કોરોનાને કારણે સ્કૂલમાં રજા હોવાથી તે સુરત ફરવા આવ્યો હતો અને ગત રોજ મોટો દીકરો જગદીશ મિલમાં મોડે સુધી કામ કરવાનું હોવાથી તે ત્યાં રોકવાનો હતો અને મદદ માટે ગયેલો પ્રવીણ પણ મિલમાં રોકાય જતા ગોઝારી ઘટનાનો શિકાર બન્યો હતો.
