પાક. જેલમાંથી મુક્ત ૨૦ માછીમારો વાઘા બોર્ડરે પહોંચ્યા

Tuesday 25th January 2022 14:08 EST
 

પોરબંદરઃ ભારતીય જળસીમા માંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોને બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. ત્યારે હાલ ૫૭૭ જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં છે જેમાંથી ૨૦ જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરી દેવામાં આવ્યા છે અને વાધા બોર્ડર ખાતે આ માછીમારોને સોંપવામાં આવ્યા છે. બે દિવસ બાદ આ માછીમારો ટ્રેન મારફત પોતાના વતન પહોંચી જશે. આ ૨૦ જેટલા માછીમારો કોડીનાર તથા ઉના પંથકના હોવાનું જાણવા મળ્યું છે. આ માછીમારો પાકિસ્તાન જેલમાં લાંબા સમયથી હતા. તેઓને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે તેઓના અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળે છે.


comments powered by Disqus