પાટડીના નાનકડા ગામ દસાડાનો યુવાન કેનેડામાં હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ

Tuesday 25th January 2022 14:52 EST
 
 

પાટડીઃ કેનેડામાં હિન્દુઓની પ્રગતિ, સંગઠન ભાવનાના હેતુથી કેનેડિયન હિન્દુ ઓફ કોમર્સની સ્થાપના કરવામાં આવી છે. જેમાં પાટડીના ખોબા જેવડા દસાડાનો યુવાન નરેશ ચાવડા કેનેડામાં હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ બન્યો છે. મકરસંક્રાંતિના શુભ દિવસે, કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC)ના શાનદાર ઉદઘાટન સમારોહના સાક્ષી બનવા માટે ૨૫૦થી વધુ વ્યક્તિઓ ઓનલાઇન જોડાયા હતા. જેમાં પદ્મભૂષણ સન્માનિત પ્રોફેસર વેદ નંદાની મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિતિ રહી હતી.
કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ કેનેડાની પ્રથમ સંસ્થા છે. જે હિન્દુ બિઝનેશ એન્ટરપ્રાઇઝ, યુવા વ્યાવસાયિકો અને અન્ય વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરવા માટે સમર્પિત છે જે તેમના પોતપોતાના ક્ષેત્રોમાં ટોચ પર છે, જે ક્યારેય એકીકૃત પ્રતિનિધિત્વ ન હોવા છતાં હિન્દુઓ લાંબા સમયથી કેનેડિયન અર્થતંત્રની કરોડરજ્જુ રહ્યાં છે. કેનેડિયન હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા અને તેમને એક થવામાં મદદ કરશે. કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ નરેશ ચાવડા, ઉપપ્રમુખ અને કાર્યકારી મહાસચિવ કુશાગ્રદત્ત શર્મા સહિતના ડાયરેક્ટરો અને એડવાઇઝરી બોર્ડના સમર્થનથી કરવામાં આવ્યું હતુ. સંસ્થા પાસે પહેલેથી જ ૩ જી પેઢીના કેનેડિયનોથી લઇને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ગુયાના, ત્રિનિદાદ, દક્ષિણ આફ્રિકા અને ફિજીના રહેવાસીઓ જોડાયેલા છે.


comments powered by Disqus