ભરૂચઃ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ૧૯ મહિનાના બાળક આર્યન અજય ઉપાધ્યાયે માત્ર ૪૫ સેકન્ડમાં ૧૬ રંગો ઓળખી બતાવી સૌથી નાની વયનો હોવાનો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. તેને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી પ્રમાણપત્ર, મેડલ અને બેચ મળી છે. તેણે મૂળાક્ષરો, નંબર ૧ થી ૨૦, ફળો, શાકભાજી, વાહનો, શરીરના ભાગો, પ્રાણીઓ, પક્ષીઓ, આકાર, વર્ષના મહિનાઓ, અઠવાડિયાના દિવસો, પ્રથમ શબ્દો, ટ્રાફિક સિગ્નલ, ક્રિયાના શબ્દો, કુટુંબના સભ્યો બોલવામાં પણ સક્ષમ છે. આર્યન આટલી નાની ઉંમરે ૩૦ કરતા વધુ વિરુધાર્તી બોલવામાં સક્ષમ છે. તે ફાર્મ એનિમલ્સ સાઉન્ડ પણ કાઢી શકે છે. આર્યનને પુસ્તકોનો શોખ હોવાથી તેણે ૫ મહિનાની ઉંમરે શીખવાનું શરૂ કર્યું હતું.
