મુન્દ્રાથી નીકળેલુ જહાજ કરાચી પોર્ટ પર ફસાતા દોડધામ મચી!

Tuesday 25th January 2022 14:42 EST
 
 

ભુજઃ તાજેતરમાં મુન્દ્રા પોર્ટથી રવાના થઇ કરાચી પહોંચેલુ અેક જહાજ ફસાઇ જતાં કરાચી પોર્ટ ટ્રસ્ટ (કેપીટી) ધંધે લાગ્યું છે.પાકિસ્તાનના માધ્યમોમાં જણાવ્યા પ્રમાણે અેમઅેસસી એમિલી નામનું જહાજ છે. જે લાઇબેરિયામાં નોંધાયેલુ કન્ટેનર જહાજ છે. તાજેતરમાં તે મુન્દ્રા થઇ કચ્છના અખાત અને અરબ સાગરમાં થઇ કરાચી બંદરે પહોંચ્યું હતું. કરાચી બંદરમાં પ્રવેશ કરતી વખતે તે ગ્રાઉન્ડ થયું હતું. કરાચી પોર્ટ ટ્રસ્ટ (કેપીટી)ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ૧૦.૧ મીટર ઉંચુ અને ૧૮૪ મીટર લંબાઇ ધરાવતું જહાજ બર્થ માટે ચેનલમાં પ્રવેશ કરતી વખતે જમીન પર પટકાયું હતું. જ્યારે તેનું સુકાન અથવા સ્ટીયરિંગ વ્હીલ ફેલ થયું ત્યારે આવું થયું હોવાનો અંદાજ છે.


comments powered by Disqus