રાજ્યમાં ૧૦થી વધુ તાલુકામાં માવઠું, રવી પાકને નુકસાન

Tuesday 25th January 2022 13:59 EST
 
 

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ૨૨ જાન્યુઆરીના રોજ રાજ્યના ૧૦થી વધુ તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, છોડા ઉદેપુર, બોડેલી તાલુકામાં કમોસમી વરસાદ થયો હતો.
આ સિવાય, જામનગરના ધ્રોલ, વડોદરાના ડભોઈ, કરણજણ ચાલુકાનામાં પણ વર્સાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના કુકુરમુંડા તેમજ સુરેન્દ્રનગરના ચુડા, લીમડી, થાનગઢ તાલુકામાં તથા જૂનાઢ જિલ્લાના વિસ્તારમાં છૂટા છવાયાં ઝાપટાં પડ્યાં હતા.
નર્મદા જિલ્લામાં ૨૨ જાન્યુઆરીના સવારથી વાતાવરમમાં અચાનક પલટો આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં પવન ફૂંકાવા સાથે આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાયેલા રહ્યા હતા. સાગબારા ખાતે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. બાદ સાગબારા ખાતે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. લગભગ અડધો કલાક જેટલો સમય વરસાદ પડ્યો હતો.
કમોસમી વરસાદ થતાં ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. કપાસના ખેતરમાં કપાસ, ફેટેલો પલળી ગયો હતો. તુવેર, પાપડી, ઘઉં, ચણા, શાકભાજીના પાકને નુકસાન થયું છે.


comments powered by Disqus