વડનગરઃ શહેરના પોલીસ મથકે ડીવાયએસપી એ.બી. વાળંદના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો હતો. જેમાં શહેરમાં આવતા વિદેશી ટુરિસ્ટોની સુરક્ષા, નગરમાં વધી રહેલા ચોરીના બનાવો મુદ્દે અગ્રણીઓ દ્વારા રજૂઆત કરાઈ હતી.
નગરસેવક ગીરીશભાઈ પટેલે ટુરિસ્ટો માટે કોઈ સુરક્ષા હોતી નથી, આ મુદ્દે ઠોસ પગલાં ભરવા કહ્યું હતું.
અગાઉ બે ટુરિસ્ટ યુવતી સાથે ફોટા પડાવવા મુદ્દે છેડતીનો પ્રયાસ થયો હતો વડનગરમાં ૮ દિવસ અગાઉ બે વિદેશી ટુરિસ્ટ યુવતી સાથે ફોટા પડાવવાને લઈ કેટલાક શખ્સોએ રકઝક કરી છેડતીનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન ભેગા થઈ ગયેલા લોકોએ ટુરિસ્ટોને બચાવ્યા હતા. આ મુદ્દે જિલ્લા પોલીસવડા અને સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી.
