જામનગરઃ જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા એક યુવકને જામનગરની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્નેએ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્નેનાં પરિવારજનોએ સંમતિ આપતાં તા. ૨૦ના લગ્ન યોજાયા હતા. સૌપ્રથમ વરરાજાના પરિવારે નાક પકડવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પ્રેમિકાની માતાએ માત્ર વરરાજાના નાકને સ્પર્શ કર્યો હતો. બસ એટલું પણ પ્રેમીનાં પરિવારજનો સહન કરી શક્યા ન હતા અને વરરાજાના કાકા સહિતનાં પરિવારજનોએ ભાવિ સાસુમાનો ઊધડો લઇ નાખ્યો હતો. આ સમયે ભારે ગરમાગરમી થઈ ગઈ હતી. દરમિયાન કન્યા પણ દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ હતી અને ભારે રકઝક પછી તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
જેથી બન્ને પરિવારમાં ભારે સોંપો પડી ગયો હતો. પોતાની માતાનું અપમાન સહન નહીં કરી શકતાં તેણે લગ્નનો પ્રસ્તાવ ઠૂકરાવી દીધો હતો.

