સેવક પર હુમલાની ઘટનામાં સોખડા સ્વામિનારાયણ મંદિરના પાંચ સ્વામી સહિત સાતની ધરપકડ

Tuesday 25th January 2022 14:12 EST
 
 

વડોદરાઃ વડોદરા નજીક સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સેવક અનુજ પર હુમલાના બનાવમાં મંદિરના પાંચ સ્વામીઓ તેમજ બે સેવકો કારમાં પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસે કાર્યવાહી કરી તમામની એકસાથે ધરપકડ કરી હતી અને કાનૂની કાર્યવાહી બાદ તમામને જામીન પર મુક્ત કરાયા હતાં.
ઉલ્લેખનીય છે કે તા.૬ જાન્યુઆરીના રોજ સોખડા હરિધામના સંકુલમાં બપોરે મંદિરના એકાઉન્ટ વિભાગના સેવક અનુજ વિરેન્દ્રસિંહ ચૌહાણ પર મંદિરના પાંચ સ્વામી તેમજ બે સેવકો દ્વારા થયેલા હુમલા અંગે અનુજે શરૂઆતમાં પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યાના ૧૨ દિવસ બાદ પોલીસે સાતેય સામે ગુનો દાખલ કર્યો હતો અને અનુજને સાથે લઇને સોખડા મંદિરમાં તપાસ પણ હાથ ધરી હતી.
સોખડા સ્વામિનારાયણ મંદિરના પાંચ સ્વામીઓ મરૂન રંગની એક એસયુવી ગાડી તેમજ આરોપી બે સેવકો અન્ય કારમાં ભદ્રકચેરી ખાતેના તાલુકા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતાં. સંતો પોલીસ સ્ટેશનમાં ગાડીમાંથી નીચે ઉતરીને સીધા પોલીસ સ્ટેશનમાં ગયા હતા, જ્યાં પોલીસ દ્વારા બંધ બારણે કાર્યવાહી કરી બપોરે અઢી વાગે તમામની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ થયેલા સાતના નામો
• સાધુ પ્રભુપ્રિયદાસજી • સાધુ હરિસ્મરણદાસજી • સાધુ ભક્તિવલ્લભદાસજી • સાધુ સ્વામિસ્વરૂપદાસજી • સાધુ વિરલજીવનદાસજી
• પ્રણવકુમાર પટેલ • મહેન્દ્ર ઉર્ફે મનહર સોમાભાઇ પટેલ


comments powered by Disqus