ગાંધીનગરઃ ગુજરાતમાં કોવિડ-૧૯ના થર્ડ વેવમાં એક્ટિવ કેસ ૧,૧૬,૮૪૩ને પાર થતા જ રાજ્ય સરકારે ચેપના પેલાવાી ગતિને અવરોધવા ૮ મહાનગરો નડિયાદ-આણંદ ઉપરાંત કુલ ૧૯નાના શહેરોમાં રાત્રિ કરફાયૂ લાદવાનો નિર્ણય કર્યો છે. મહાનગરો અને તેને કનેક્ટ ૧૯ શહેરોમાં ૨૨ જાન્યુઆરી શનિવારથી શરૂ કરીને ૨૯ જાન્યુઆરીને શનિવાર સુધી રોજે રાતે ૧૦ કલાકથી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યૂ અમલમાં રહેશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર ગ્રૂપની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જાન્યુઆરીના છેલ્લા સપ્તાહના અંતે પણ ચેપના ફેલાવાની ગતિમાં કોઈ ફરક નહિ પડેતો રાજ્યના તમામ ૧૬૦થી વધઉ શહેરોમાં રાત્રિ કરપ્યૂના કડક અમલ માટે સરકાર વિચાર કરી રહ્યાનું જાણવા મળ્યું છે.
આ ૧૭ શહેરોમાં પણ હવે રાતે ૧૦થી ‘શટટાઉન’ શરૂ
• સુરેન્દ્ર નગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર (નવસારી), નવસારી, બિલિમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ આજથી રાતે ૧૦ વાગે કરફ્યૂ અમલમાં આવશે.
• અમદાવાદ સહિત ૮ મહાનગરોમાં છેલ્લા એક વર્ષથી રાત્રિ કરફ્યૂ અમલમાં છે. સપ્તાહ અગાઉ આણંદ અને નડિયાદમાં પણ તેનો અમલ શરૂ થયો છે. આથી આત મામ શહેરોમાં રાતે ૧૦ વાગ્યાથી દુકાનો, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, ગુજરી બજારો, હેર કટિંગ સલૂન, સ્પા અને બ્યૂટી પાર્લર સહિતની વ્યાપારિક ગિતિવિધિઓ બંધ કરવાની રહેશે.

