અમદાવાદઃ વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા ૨૦ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અને સુરતમાં બ્લાસ્ટના કાવતરાંના ૭૭ આરોપીઓ સામેના કેસમાં ફાઈનલ દલીલો પૂરી થાય બાદ ખાસ જજ એ.આર. પટેલ ૧લી ફેબ્રુઆરીના રોજ ચુકાદા માટે રાખ્યો છે. બ્લાસ્ટ કેસમાં જેલમા રહેલા આરોપીઓને ૧લી ફેબ્રુઆરીના રોજ ચુકાદો આપવાનો હોવાની જાણ કરામાં આવી હતી. બીજી તરફ અન્ય રાજ્યોની જેલમાં રહેલા યાસીન ભટ્ટકલ સહિતના આરોપીઓ સામેનો કેસ ભેગો કરવા માટે આ કેસમાં કાવતરા અને બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદ તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી. આ કેસમાં ૧,૧૬૩ સાક્ષીઓની જુબાની લેવાઈ ચૂકી છે.જ્યારે ૧,૨૩૭ સાક્ષીઓને સરકારે પડતા મૂક્યા છે. કેસમાં મોટાભાગના સાક્ષીઓએ ફિટ જુબાની પાઈ હતી. કેસના મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્હીની જેલમાં છે. બ્લાસ્ટના કેસોમાં જુદી જુદી ૫૨૧ જેટલી ચાર્જશીટ કરાઈ છે.

