રાજકોટઃ રાજકોટ ઋષિભદેવ સંઘની પાવન ભૂમિ પર ગોંડલ સંપ્રદાયના ગુરુ ભગવંત રાજેશમુની મ.સા.ના સુશિષ્ય ભવ્યમૂનિ મ.સા.એ અનશન વ્રત-સંથારો અંગીકાર કરેલ હતો. ૫૯ દિવસના ઉપવાસની આરાધના બાદ તારીખ ૧૯મી જાન્યુઆરીના રોજ તેમનો સંથારો સમાધિ ભાવે સીજ્યો છે. તેમનો ૨૯ દિવસ ચાલ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ત્રણ દાયકા બાદ ધર્મના માર્ગે દેવલોક ગમનના અવસરનું પુનરાવર્તન થયું છે. રાજકોટના છેલ્લે ભાગ્યવંતાભાઇ મ.સાએ ૧૯૯૧ની સાલમાં અનશનવ્રત સાથે સંથારો કર્યો હતો.

