ભાજપ અને ગુજરાત માટેના નરેન્દ્ર મોદીનાં અનેક સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે તેમના દ્વારા જોવામાં આવેલું ગુજરાતમાં 149+ બેઠક મેળવવાનું સ્વપ્ન પૂર્ણ કરવા ભાજપના કાર્યકરો મહેનત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 1980માં ખામ થિયરી અપનાવી માધવસિંહ સોલંકીએ 182માંથી રેકોર્ડ 149 બેઠકો મેળવી હતી, જે રેકોર્ડ હાલમાં પણ અકબંધ છે. કોંગ્રેસે પોતાની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની થિયરી પર આ વખતે પણ BADAM થિયરી અપનાવી છે, જે મુજબ જૂની રીતિ-નીતિ મુજબ પોતાની વોટ બેન્ક નક્કી કરવા બક્ષીપંચ – B, દલિત – D, આદિવાસી - A અને માઇનોરિટી - M મુજબ સમાજના ભાગલા પાડ્યા છે.
માધવસિંહ સોલંકીએ ખામ થિયરી દ્વારા સમાજના ભાગલા પાડી દીધા હતા. ખામ થિયરી એટલે ક્ષત્રિય – K, હરિજન – H, આદિવાસી - A, મુસ્લિમ –M. વોટ બેન્કની આ KHAM થિયરીએ ગુજરાતી સમાજને નાત-જાત - ધર્મમાં વેચી દીધો.
જો કે કોંગ્રેસ KHAM થિયરીથી જ અટકી નહીં, બાદમાં OPT (ઓબીસી, પાટીદાર અને ટ્રાઇબલ), અને PODAM (પાટીદાર, ઓબીસી, દલિત, આદિવાસી, મુસ્લિમ) સમીકરણથી જ્ઞાતિ-જાતિને વહેંચવાના પ્રયાસ કર્યા.
ભાજપે 2017ની ચૂંટણીમાં પણ 149+નો લક્ષ્યાંક રાખ્યો હતો, જો કે ભાજપ 99 પર સમેટાઈ ગયું હતું. આ વખતે ભાજપે 182 પૈકી હારેલી 83 બેઠકો પર તૈયારી કરી વિશેષ ધ્યાન આપ્યું છે.

