પાટીદાર વિ. પાટીદારઃ આરોગ્ય મંત્રી આ વખતે પોતાના જ ગઢમાં ઘેરાયા!

Wednesday 30th November 2022 06:11 EST
 
 

મહેસાણાઃ વિધાનસભાની ચૂંટણીાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આ વખતે ઘેરાયા છે. 2017માં પાટીદાર સમાજના વિરોધ છતાં પાતળી સરસાઈથી તેઓ જીત્યા અને કેબિનેટ મંત્રી બન્યા. જો કે ભાજપે સતત ચોથી વખત એક જ વ્યક્તિને ટિકિટ અપાતાં સ્થાનિક નેતાઓની નારાજગી, 15 વર્ષની સત્તાના એન્ટિ એન્કમ્બન્સીને લઈ ભાજપનો ગઢ ગણાતી બેઠક પર રસાકસી છે.
કોંગ્રેસે છેલ્લે-છેલ્લે પણ 1995માં આ બેઠક પર જીતેલા લેઉવા પટેલ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીમાંથી જયંતીભાઈ પટેલ છે પણ આપનું જોર જોવા મળતું નથી. ઋષિકેશ પટેલ માટે રાહતની વાત છે કે ભાજપે વિરોધીઓને શાંત કરી દીધા છે. સ્થાનિકો મુજબ ઋષિકેશ પટેલ જીત્યા તો ફરી મંત્રી બની શકે. હજુ મતદારોમાં ઉત્સાહ દેખાતો નથી. 70 હજાર પાટીદાર મતદારો પર ભાજપને ભરોસો છે. સ્થાનિક જ્ઞાતિ-જાતિ સમીકરણને જોઈએ તો આ બેઠક પર 15 હજાર લેઉવા પાટીદાર છે અને કોંગ્રેસના ઉમેદવાર લેઉવા છે. 50 હજાર ક્ષત્રિય ઠાકોર, 30 હજાર દલિત અને 20 હજાર ચૌધરી પટેલ મતદારો છે. 2022 માં અર્બુદા સેનાના વિરોધ અને ગામડાઓમાં અન્ય સમાજોની નારાજગીના કારણે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પોતાના ગઢમાં જ બરાબર ઘેરાયા છે.


comments powered by Disqus