અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો આડા રહ્યા છે, ત્યારે કોણ કેટલી બેઠકો મેળવશે, કોની જીત થશે અને કોની હાર થશે તે અંગે સટ્ટાબજાર ગરમ છે. વિધાનસભાની તમામ બેઠક પરનું ચિત્ર સ્પષ્ટ બનતાં જ સટ્ટાબજારમાં ભાવ બોલાવાના શરૂ થઈ ગયા હતા. વિધાનસભાની તમામ 182 બેઠક પર ભાજપ, કોંગ્રેસ, AAP અને અપક્ષ સહિત કુલ 7 પાર્ટીના 1621 ઉમેદવારો ચૂંટણીનો જંગ લડશે.
સટ્ટાબજાર મુજબ ભાજપ 140 બેઠક મેળવે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે, તો કોંગ્રેસને 35 અને આમ આદમી પાર્ટીને 8 બેઠક મળવાની હોવાનું કહેવાઈ રહ્યું છે. ચૂંટણીના પરિણામ માટે રૂ.3.50નો ભાવ ખૂલ્યો છે, જેમાં બેટિંગ ખૂલી હતી. બુકીના જણાવ્યા પ્રમાણે થોડા સમયથી ભાજપે ખરાબ પાસાં ભુલાવી લોકસંપર્ક કરવાનું શરૂ કરતાં ભાજપ 140 બેઠક મેળવે તેવી સંભાવના છે.

