નવીદિલ્હીઃ સરકારે ગુરૂવારે જણાવ્યું હતું કે આશા છે કે દેશમાં 5G સેવાઓ 12મી ઓક્ટોબર સુધીમાં લોન્ચ થઈ જશે અને કેન્દ્ર એ વાતની કાળજી પણ રાખશે કે સેવાના ભાવો ગ્રાહકોને પરવડે તેવા હોય. કેન્દ્રીય આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે અને ટેલિકોમ ઓપરેટર્સ 5G ના સીમલેસ લોન્ચિંગ માટે વ્યસ્ત છે. આઇટી પ્રધાન એવી ખાતરી પણ આપી હતી કે સરકારએ વાતની તકેદારી રાખશે કે 5G સેવાના દર ગ્રાહકોને પરવડે તેવા રહે. 5G નેટવર્કના સરળ સંચાલન માટે સરકાર દ્વારા એપ્લિકેશન ફર્મ પણ જારી કરાઈ છે.

