કોંગ્રેસની યૂટ્યુબ ચેનલ ડિલીટ!

Tuesday 30th August 2022 15:54 EDT
 

નવી દિલ્હીઃ સત્તા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસ પાર્ટીની યૂટ્યૂબ ચેનલ ડિલીટ થઈ ગઈ છે. પક્ષ તરફથી આ જાણકારી આપવામાં આવી હતી તેમજ તપાસ કરવામાં આવી રહી છે કે કયા કારણથી ચેનલ ડિલીટ થઈ ગઈ છે. આ મામલે કોંગ્રેસ તરફથી યૂટ્યુબ અને ગૂગલ બંનેનો સંપર્ક કરવામાં આવ્યો છે અને પોતાની ચેનલને ફરીથી રિસ્ટોર કરવા અરજી કરવામાં આવી છે.પક્ષ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પક્ષની યૂટ્યુબ ચેનલ ‘ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ’ ડિલીટ થઈ ગઈ છે. જેને ઠીક કરવાની કોશીશ કરવામાં આવી રહી છે. યૂટ્યુબ અને ગૂગલની ટીમ સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને તપાસ થઈ રહી છે. તેમજ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ ટેકનિકલ ખરાબી છે કે અને કોઈ સાજિશ છે. આશા છે કે ચેનલ જલ્દીથી રિસ્ટોર થઈ જશે.


comments powered by Disqus