બિહારમાં એન્જિનિયરના ઘરેથી પાંચ કરોડની રોકડ મળી

Tuesday 30th August 2022 15:48 EDT
 
 

પટણાઃ બિહારમાં વિજિલન્સ વિભાગે ફરીવાર ભ્રષ્ટ્રાચારી તત્ત્વો વિરુદ્ધ સપાટો બોલાવ્યો છે. રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પકડાયેલા શખ્સ પાસેથી પાંચ કરોડ કરતા પણ વધારે રકમ જપ્ત કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારી એન્જિનિયર સંજયકુમાર રાયના પટણાના બે અને કિશનગંજના 3 ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરાઈ હતી. પટણના ઠેકાણાઓથી સવા કરોડ જ્યારે કિશનગંજના ઠેકાણાઓથી 4 કરોડ રૂપિયાની ચલણી નોટો મળી આવી હતી. આ બને સ્થળે પૈસાની ગણતરી માટે મશીન મંગાવવામાં આવ્યા હતા. વિજિલન્સ વિંગની ટીમે શનિવારે સવારે સાત વાગ્યે એક સાથે જ પટણા અને કિશનગંજમાં દરોડા પાડ્યા હતા. કિશનગંજના 13 સભ્યોની ટીમે સંજયકુમારરાયના રુઈદાસા, તેમની પીએ ઓમ પ્રાકશ યાદવના લાઇપાડા અને ઓફિસના કેશિયર ખુર્રમ સુલ્તાનના લાઇનપાડા સ્થિત ઘરોમાં દરોડા પાડ્યા હતા. વિજિલન્સ વિભાગે આરોપી વિરુદ્ધ આવક કરતા વધારે સંપત્તિનો કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.


comments powered by Disqus