ભારે વરસાદ બાદ લીલાછમ થયેલા ગીરના જંગલમાં સિંહણ પરિવારની લટાર

Tuesday 30th August 2022 16:27 EDT
 
 

 જૂનાગઢ: ગીર જંગલમાં આવેલા બાણેજ રોડ પર લેવાયેલી આ તસવીરમાં બધી સીંહણ જ છે. સાથે તેમના ગેલ ગમ્મત કરતાં બચ્ચાં છે. ભારે વરસાદને પગલે ગીરનું જંગલ સોળે કળાએ ખીલ્યું છે. છેલ્લા 15 વર્ષમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં 88 ટકાનો વધારો થયો છે. 50 વર્ષમાં 280 ટકાનો વધારો થયો છે. 2005માં સિંહની સંખ્યા 359 હતી જે વધીને 2020માં 674 થઇ હતી. સિંહોના વિસ્તારમાં પણ વધારો થયો છે.


comments powered by Disqus