ભૂજથી મોકલાયેલું 28 કિલો હેરોઇન પંજાબમાંથી ઝડપાયું, બેની ધરપકડ

Tuesday 30th August 2022 15:50 EDT
 

ચંદીગઢ: પંજાબના શહીદ ભગતસિંહ નગરમાં પોલીસે ભુજથી ટ્રકમાં મોકલાયેલું 38 કિલો હેરોઇન જપ્ત કર્યું છે અને બે શખસોની ધરપકડ કરી છે. લુધિયાણા રેન્જ આઇજી એસ. પી. એસ. પરમારે જણાવ્યું કે બાતમીના પગલે પોલીસની ટીમે શહીદ ભગતસિંહ નગરના મહાલોન બાયપાસ ખાતે એક ટ્રકને રોકી હતી, જેની તલાશી દરમિયાન ટૂલબોક્સમાંથી 38 કિલો હેરોઇન મળી આવ્યું હતું.ટ્રકના ડ્રાઇવર કુલવિન્દર રામ અને તેના સાથી બિટ્ટુએ નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો પણ પોલીસે બંનેને ઝડપી લીધા. પોલીસને બાતમી મળી હતી કે કુલવિન્દર, બિટ્ટુ તથા રાજેશ કુમાર અને સોમનાથ નામના અન્ય બે શખસ હેરોઇનની દાણચોરી કરે છે. પ્રાથમિક પૂછપરછમાં કુલવિન્દરે જણાવ્યું કે રાજેશે તેને ભુજથી હેરોઇન લાવવા જણાવ્યું હતું.


comments powered by Disqus