હિરાસર એરપોર્ટનું કામ સપ્ટેમ્બર સુધીમાં પૂરું કરોઃ પીએમઓનો આદેશ

Tuesday 30th August 2022 16:00 EDT
 
 

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ગુજરાતનું પ્રથમ અને ભારતનું ટોપ-10 પૈકીનું રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરવાો તખ્તો તૈયાર કરવા સરકારના આદેશથી વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.રાજકોટના કુવાડવા ગામ પાસે આવેલા હિસારમાં રૂ. 1,400 કરોડના ખર્ચ આકાર પામી રહેલા આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટનું પ્રથમ તબક્કાનું રૂ. 752 કરોડનું કામ પૂર્ણતાના આરે છે. આગામી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં એરપોર્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવાની સૂચના વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવી છે.વડાપ્રધાન કાર્યાલય તરફથી રાજકોટના ગ્રીનફીલ્ડ એરપોર્ટ, એઇમ્સ, અમદાવાદ-રાજકોટ સિક્સ લેઈન, રાજકોટ-જેતપુર સિક્સ લેઈન સહિતના વિવિધ પ્રોજ્કેટ અંગે સમક્ષા બેઠક યોજવામાં આવી હતી. કોરોનાના કારણે આંતરરાષટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટનું કામ ધીમી ગતિએ થયું હોવાના કારણે એરપોર્ટના લોકાર્પણની તારીખી પે તારીખો પડી રહી છે. હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓને વડાપ્રધાન દ્વારા એરપોર્ટની ભેટ આપવાની ગણતરી ચાલી રહી છે આથી એરપોર્ટનું કામ એક મહિનામાં ગમે તેમ કરીને પૂર્ણ કરવાની સૂચના એરપોર્ટ અને વહીવટી અધિકારીને આપવામાં આવી છે.એરપોર્ટ ઓથોરિટીએ અત્યાર સુધીમાં એરપોર્ટની કમ્પાઉન્ડ વોલ સંપૂર્ણ બનાવી લીધી છે. ઉપરાંત રનવે પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. રાજકોટ એરપોર્ટનો રનવે દેશનો પ્રથમ બોક્સ કલ્વટવાળો તૈયાર કરવામાં આવી રહ્યો છે. રૂ. 100 કરોડના ખર્ચે બોક્સ કલ્વટ તૈયાર કરવામાં આવ્યું છે.


comments powered by Disqus