આખરે પાટિલના હાથે કેસરિયો ખેસ પહેરતા પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા

Tuesday 26th April 2022 16:25 EDT
 

વડગામ: વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તેનો સુરક્ષિત ગઢ એવી વડગા બેઠક પરથી તત્કાલીન ધારાસભ્ય મણિલાલ વાઘેલાને હટાવી ત્યાં જિજ્ઞેશ મેવાણીને ધારાસભ્ય તરીકે જીતાડ્યા અને મણિલાલને ઈડરમાંથી લડાવ્યા, જ્યાં ભાજપના ગઢમાં તેઓ બૂરી રીતે હાર્યા, એનાથી કોંગ્રેસ તથા જિજ્ઞેશ મેવાણીના દુશ્મન બનેલા આખરે ધારણા પ્રમાણે વડગામમાંથી જ આવતી ચૂંટણી લડવાના ઈરાદે ભાજપનો ખેસ પહેરી લીધો છે.
સી.આર.પાટીલે મણિલાલ વાઘેલા અને તેમના કેટલાક સાથીઓને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત્ આવકાર્યા હતા. વડગામના દલિતો અને મુસ્લમો પોતાને જ મત આપશે એવી આશાના તાંતણા ઉપર ભરોસો રાખનારા મણિલાલ વાઘેલાએ જણાવ્યું હતં કે, વિભાજનકારી એવા જિજ્ઞેશ મેવાણીને હરાવવાના એકમાત્ર ધ્યેય સાથે મેં કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ‘સૌનો સાથ સૌનો વિકાસ’નો ભાજપનો વિચાર અપનાવ્યો છે.


comments powered by Disqus