આરોગ્ય મંત્રીના પુત્ર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો

Tuesday 26th April 2022 11:57 EDT
 

વિસનગરઃ વિસનગરમાં દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ અને સમસ્ત વિસનગર તાલુકા ચૌધરી સમાજના નેજા હેઠળ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સન્માન સમારોહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોલેજની એક કરોડમાં ખરીદેલી જમીન 26 કરોડમાં વેચવા મામલે દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સણસણતો જવાબ આપતાં કહ્યું કે, જ્યારે ચેરિટી કમિશનરે જમીન વેચાણ માટે હરાજી રાખી હતી ત્યારે તમે ક્યાં ગયા હતા? આ જમીન મારા પુત્રે હરાજીમાં ખરીદી હતી.


comments powered by Disqus