રાજકોટ: ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીનના શિલાન્યાસ પ્રસંગે જામનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના સર્કિટહાઉસમાં બપોરનું ભોજન લીધું હતું ત્યાં તેઓ રિલાયન્સના ચેરમેન,એમડી મુકેશ અંબાણી તેમના પુત્ર આકાશ અંબાણી સાથે ટૂંકી મુલાકાત કરી હતી અને ત્યાં જ તેમણે કાઠીયાવાડી ભોજન લીધું હતું. આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર મુકેશભાઈ અવારનવાર જામનગર આવતા હોય છે અને ત્યારે જોગાનુજોગ તેઓ જામનગરમાં હતા અને તેમનો જન્મદિવસ (જ.તા.૧૯-૪-૧૯૫૭) હતો. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં આવ્યા બાદ મોટરમાર્ગે શરુ સેક્સન રોડ પર જામનગરના માજી રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજીને મળવા ગયા હતા. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે જામ સાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં ખાસ કરીને યુરોપમાં મહેકે છે, એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ તેમના તરફથી હંમેશા મળ્યો છે, જુની વાતો વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો.

