પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાનું નિધન

Tuesday 26th April 2022 11:59 EDT
 
 

ભુજઃ કચ્છના રાજકીય આગેવાન અને ભાજપના નેતા તારાચંદ છેડાનું 71 વર્ષની વયેનિધન થયું છે. રાજકીય આગેવાન તારાચંદ છેડાએ જૈન ધર્મ પ્રમાણે અનશન વ્રત ધારણ કરતા મોક્ષ માર્ગે પ્રયાણ કર્યું છે. તેઓ અબડાસા અને માંડવી બેઠક પરથી બે વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા તેમજ રાજ્ય મંત્રી પણ રહ્યા હતા. રાજકીય ક્ષેત્રે સક્રિય હોવા છતાં લોકો જેમને સામાજિક શ્રેઠી તરીકે ઓળખે એ મૂળ માંડવી તાલુકાના કાંડગરા ગામના અને હાલ ભુજના ભાનુશાલી નગર ખાતે રહેતા તારાચંદ આજીવન સહાયકર્તા તરીકે આગળ રહ્યા હતા. જેમનું ભૂજ ખાતે નિધન થતા એક ઝુઝારૂ નેતા ગુમાવવાથી ખોટ પડી છે.


comments powered by Disqus