નવસારીઃ ચોર્યાસી તાલુકાના ગામોની બનેલી વર્ષોજૂની પાલ કોટન મંડળીમાં ખેડૂતોએ પકવેલ ડાંગરનો પાક મંડળીમાં નાખ્યા બાદ મંડળી દ્વારા આ ડાંગરના જથ્થાનું પૌઆ મિલ સાંઈ હસ્તી એગ્રો પ્રોડક્ટસને વર્ષ 2016માં વેંચાણ કરાયું હતું, પણ પૌંઆ મિલે પેમેન્ટ ચૂકવ્યું ના હતું. જે આંકડો ચાર વર્ષના વ્યાજ સાથે રૂ.27.76 કરોડ થયો હતો.
પાલ કોટન મંડળીના નવા પ્રમુખ નરેશ પટેલે વસુલાત માટે કાર્યવાહી શરૂ કરી છે. તે અંતર્ગત મંડળીના મેનેજરે પૌંઆ મિલના માલિક પ્રજ્ઞેશ રમેશચંદ્ર નાયક અને તેના પત્ની તેમજ તત્કાલિન પ્રમુખ જયેશ પટેલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ છે.
