બે સંતો મહિલાઓ સાથે અનૈતિક સંબંધો ધરાવે છે

Tuesday 26th April 2022 11:23 EDT
 

વડોદરા: સોખડા મંદિર સાથે માર્ચ – 2022 સુધી સંકળાયેલા સુરત કામરેજના બે સેવકોએ કેટલાક સંતો અને સેક્રેટરી વિરુદ્વ સનસનીખેજ આક્ષેપ સાથે તાલુકા પોલીસ મથકમાં અરજી કરતાં ચકચાર મચી ગઈ છે. યુવકોએ આક્ષેપ કર્યા છે કે, બે સંતો મહિલાઓ સાથે અનૈતિક સબંધો ધરાવે છે. આ ઉપરાંત અનેક ગેરકાયદે પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેનો વિરોધ કરતાં યુવકોને મંદિરમાંથી કાઢી મુકાયા હતા. એક યુવકનો તો એવો આક્ષેપ છે કે, ભગવા કપડાં ધારણ કરીને ફરતાં સ્વામીએ તેની સાથે ફિઝીકલ સબંધો પણ બાંધ્યા હતા. 


comments powered by Disqus