મૃતક મહિલાનો કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ

Tuesday 26th April 2022 12:05 EDT
 

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રામધરી ગામે રહેતા એક 55 વર્ષના મહિલાની તબિયત ગત તા. 19 એપ્રિલે બગડી હતી તેથી તેઓને સ્થાનિક કક્ષાએ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેઓની તબિયત વધુ બગડતાં ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહિલાનું ગત તા. 21 એપ્રિલે સવારે 11 કલાકના આસપાસ મોત નિપજ્યું હતું.
આ મહિલામાં કોંગો ફીવર જેવા લક્ષણો દેખાયા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


comments powered by Disqus